Satya Tv News

જન સેવા કેન્દ્ર બંધ રહેતા નકલો,આવક ના દાખલા,જાતિ-સિનિયર સીટીઝન ના પ્રમાણ પત્રો લેવા આવેલ પ્રજાજનોને ધર્મ ધક્કા

વાગરા તાલુકા ના આઉટ સોર્શીગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકારી કામમાં રોક લાગી હતી.જનસેવા કેન્દ્ર બંધ થતા તાલુકાભર માંથી આવતા લોકો ને ધક્કા પડ્યા હતા.

રાજ્ય માં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકારી કર્મચારીઓ,સંગઠનો તેમજ આઉત સોર્શીગ ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ ને સરકાર ને ભીંષ માં લઇ રહ્યા છે.તો કેટલીક માંગણી સરકારે સ્વીકારતા કહી ખુશી કહી ગમ નો માહોલ સર્જાવા પામ્યો છે.એક કર્મચારી મંડળ ની માંગો પર સરકાર મહોર મારે છે ત્યાં બીજું કર્મચારી મંડળ પડતર પ્રશ્નો ને લઈ સરકાર સામે બાયો ચઢાવે છે.આવી પરિસ્થિતિ માં સરકાર ચારે બાજુ થી ઘેરાઇ ગઈ છે.વાગરા મામલતદાર કચેરી,તાલુકા પંચાયત,પશુ દવાખાના,સમાજ સુરક્ષા તેમજ આરોગ્ય વિભાગ માં કોન્ટ્રાકટ પ્રથા માં કામ કરતા કર્મચારીઓ એ પોતાની માંગો ને લઈ ને રાજ્ય સરકાર સામે હડતાળ પર ઉતરી કામકાજ ઠપ્પ કરી દીધુ હતુ.વાગરા તાલુકામાંથી ૭/૧૨,૮-અ,નંબર-૬,જાતિ પ્રમાણ પત્ર,આવક ના દાખલા,સિનિયર સીટીઝન ના દાખલા જેવા કામો માટે આવતા હોય છે.આઉટ સોર્શીગના કર્મીઓએ હડતાળ પર જતા દૂર દૂર ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા લોકોએ કામ કરાવ્યા વિના વીલા મોઢે ઘરે પરત ફરવા નો વારો આવ્યો હતો.આઉટ સોર્શીગ ના કર્મીઓ સમાન કામ,સમાન વેતન,કોન્ટ્રાકટ પ્રથા બંધ કરો અને મળવા પાત્ર લાભો અમને આપો જેવી અનેક માંગણી સંદર્ભે સરકાર સામે અચોક્કસ મુદ્દત માટે હડતાળ નું રણસિંગુ ફૂંકતા વાતાવરણ માં ગરમાવો આવી ગયો હતો.જ્યાં સુધી હડતાળ ચાલુ રહેશે ત્યાં સુધી પ્રજા ના કામો થશે નહીં એમાં કોઈ બે મત નથી.આઉટ સોર્શીગ ના કમદારોએ વિવિધ પ્લેકાર્ડ દર્શાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ઝફર ગડીમલ વાગરા

error: