Satya Tv News

ધી જંબુસર તાલુકા કો ઓપરેટીવ બિનહરીફ ચેરમેન બન્યા
ચેરમેનને વધાવી લઈ પુષ્પહાર પહેરાવી મોં મીઠું કરાવ્યું
ભાજપા હોદ્દેદારો સદસ્યોમાં આનંદની લાગણી પ્રવર્તી

ધી જંબુસર તાલુકા કો ઓપરેટીવ પરચેજ એન્ડ સેલયુનિયન લિમિટેડ જંબુસરના વ્યવસ્થાપક કમિટી સભ્યોની ચૂંટણી પૂર્ણ થયેલ હોય અને સંસ્થાના ચેરમેનની ચૂંટણી ચૂંટણી અધિકારી મામલતદારના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી.

સંસ્થાના ચેરમેન તરીકે બીજેપી પ્રેરિત કનગામના મહેન્દ્રસિંહ રતનસિંહ સિંધા નાઓને બિનહરીફ સર્વાનુમતે વરણી કરી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે તમામ સદસ્યો હોદ્દેદારો સહિત શહેર તાલુકાના અગ્રણીઓ હાજર રહી નવનિયુક્ત ચેરમેનને વધાવી લઈ પુષ્પહાર પહેરાવી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યાં હતાં.યુનિયનમાં બીજેપીના મહેન્દ્ર સિંધાની સર્વાનુમતે બિનહરીફ વરણી થતા ભાજપા હોદ્દેદારો સદસ્યોમાં આનંદની લાગણી પ્રવર્તી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: