Satya Tv News

આમોદમાં લમ્પી વાયરસ ધરાવતી શંકાસ્પદ ગાય જોવા મળી
લમ્પી અસરગ્રસ્ત ગાય રસ્તે રખડતા જોવા મળી
રખડતા અસરગ્રસ્ત પશુઓને કારણે રોગચારો ફેલાવાનો ભય
બેદરકાર તંત્ર સામે અનેક સવાલો
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો

આમોદમાં લમ્પી વાયરસ ધરાવતી અસરગ્રસ્ત ગાય જોવા મળતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગાય ઉપર લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતાં રોગચાળો ફેલાવવાની શકયતા જોવા મળી રહી છે.જેથી તંત્ર દ્વારા વહેલી તકે આવી રખડતી ગાયનું રસીકરણ કરી બચાવવાનો પ્રયાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.લમ્પી વાયરસના લક્ષણો ધરાવતી ગાય હોવા છતાં તંત્ર બેફિકર બન્યું હોય તેમ લાગી રહ્યું છે.જેથી નગરજનોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

વિડિઓ જર્નાલિસ્ટ ઈરફાન પટેલ સાથે સત્યા ટીવી આમોદ

error: