Satya Tv News

આમોદ ભાથુજી મંદિર નજીક પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી
સ્થાનિકોની લેખિત અરજીને સમજી ઐસી કી તૈસી
ઐસી કી તૈસી સમજતા આમોદ પાલિકા સત્તાધીશો.

આમોદ નગરમાં વોર્ડ નંબર ૪ માં નાના તળાવ પાસે ભાથુજી મંદિર નજીક પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે.જેમાં ગોબાચારી કરી હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહી છે.જે બાબતે સ્થાનિક લોકોએ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને બબ્બે વખત લેખિતમાં જણાવ્યું હોવા છતાં કોઈ ધ્યાન ના આપતા સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી પાલિકા સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આમોદમાં વોર્ડ નંબર ૪ માં ભાથુજી મંદિર પાસે પાલિકા દ્વારા દેસાઈ કન્સ્ટ્રકશનને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેમાં એજન્સી દ્વારા ૬,૧૭,૮૦૦ ના ખર્ચે પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં કોન્ટ્રાકટર દ્વારા એસ્ટીમેન્ટ મુજબ કામગીરી કરવામાં નહીં આવતાં સ્થાનિક રહીશો રોષે ભરાયાં હતાં. અને આમોદ નગરપાલિકાને બબ્બે વખત લેખિત અરજી કરી કામગીરી સુધારવા જણાવ્યું હતું.છતાં પાલિકા સત્તાધીશો દ્વારા સ્થાનિક લોકોની અરજીની ઐસી કી તૈસી સમજી વગર ગુણવત્તા ધરાવતું કામ ચાલુ રાખવામાં આવ્યું હોય પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ બાબતે સ્થાનિક રહીશ રોહિત વસાવાએ જણાવ્યું હતું કે બબ્બે વખત પાલિકાની અરજી આપી તેમજ પાલિકાના ઈજનેર અને વોર્ડ સદસ્ય સ્થળની મુલાકાત લીધી હોવા છતાં ગુણવત્તા વગરનું કામ કરવામાં આવી રહ્યું છે.અમારો પછાત વિસ્તાર હોવાથી પાલિકા દ્વારા આ રીતનું કામ કરવામાં આવી રહ્યું

વિડિઓ જર્નાલિસ્ટ ઈરફાન પટેલ સાથે સત્યા ટીવી આમોદ

error: