Satya Tv News

રાજસ્થાનના સીકર જીલ્લામાં 67 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની બાળકી સાથે બળાત્કારના ગુનામાં શુક્રવારે પોક્સો કોર્ટ – 1એ આજીવન કેદ અને 50 હજાર રૂપિયા દંડની સજા સંભળાવી છે.

રાજસ્થાનના સીકર જીલ્લામાં 67 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની બાળકી સાથે બળાત્કારના ગુનામાં શુક્રવારે પોક્સો કોર્ટ – 1એ આજીવન કેદ અને 50 હજાર રૂપિયા દંડની સજા સંભળાવી છે. વૃદ્ધે 2020માં ભાડે રહેનારી 5 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જેમાં વિશિષ્ટ ન્યાયાધીશ સુમન સરાહણે આરોપીને પોક્સો એકટ તથા એસસી – એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ આ સજા સંભળાવી છે. સરકારી વકીલ યશપાલ મહલાએ જણાવ્યું કે પીડિતાની માંએ 8 ડિસેમ્બર 2020નાં રોજ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં મામલો દાખલ કરાવ્યો હતો,જેમાં જણાવવામાં આવ્યું હતું કે તે બે મહિનાથી તારાચંદનાં મકાનમાં ભાડે રહેતી હતી. પાડોશમાં લગ્ન હોવાને કારણે ઘરમાં મકાનમાલિક તારાચંદ એકલો હતો.

તે દિવસે જ સાંજે તેની પાંચ વર્ષીય દીકરી તારાચંદનાં રૂમમાંથી ડરી ડરીને બહાર આવી. તેની પાછળ જ આરોપી પણ બહાર આવ્યો. શંકા જવા પર તેણે દીકરીને રૂમમાં લઇ જઈને પૂછપરછ કરી, તો તેણે મકાનમાલિક દ્વારા રેપ અને પ્રાઈવેટ પાર્ટમાં દુ:ખાવો થવાની વાત કરી. ત્યાર બાદ પીડિતાની માતાએ ઉદ્યોગ નગરમાં ફરિયાદ દાખલ કરાવી. પોલીસે પોક્સો એકટમાં મામલો દાખલ કરીને આરોપી તારાચંદને બે દિવસ બાદ 11 સપ્ટેમ્બરનાં રોજ અરેસ્ટ કરી લીધો અને કોર્ટમાં પેશ કર્યો, જેમાં કોર્ટે તેને સજા સંભળાવી.

વિશિષ્ટ ન્યાયાધીશે નિર્ણયમાં કહ્યું કે આરોપી સામે અનુસૂચિત જાતિની સગીરા પર બળાત્કારનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં લઘુત્તમ સજા અંગે પણ જોગવાઈ છે. આવા ગુનાઓમાં આરોપીઓ પ્રત્યે ઉદાર વલણ અપનાવવામાં આવે તો સમાજમાં વિપરીત સંદેશ જાય છે અને અન્ય ગુનેગારોનું મનોબળ વધે છે. તેથી આરોપીઓ પ્રત્યે ઉદાર વલણ અપનાવવું વ્યાજબી નથી.

સરકારી વકીલ યશપાલ મહલાએ કહ્યું કે આ કેસમાં કુલ 17 સાક્ષીઓ અને 27 દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. જેના આધારે દોષિત ઠરતા આરોપીને આ સજા આપવામાં આવી છે. મહલાએ જણાવ્યું કે આરોપી પહેલાથી જ જેલમાં છે. જેની મુદત સજા દ્વારા ઘટાડવામાં આવશે. કોર્ટે દંડમાંથી વળતર યોજના હેઠળ પીડિતને નિયમ મુજબ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

error: