આરોપી કુલદીપસિંહ જાડેજા એ ક્રેન અને મટેરિયલ્સ મારા ભાવથી જ લેવુ પડશે નું કર્યું દબાણ
કુલદીપસિંહ એ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કામકાજ અટકાવ્યુ
વાગરા ના સાયખાં કેમિકલ ઝોનમાં અનેક નાની મોટી કંપનીઓ આવી રહી છે.જેમાની બુરાકીયા કંપનીમાં એક વ્યક્તિએ ગેરકાયદે પ્રવેશ કરી કામકાજ અટકાવી દેતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ હતુ.કંપની સાઇટ ઇન્ચાર્જ અને કોન્ટ્રાકટ સુપરવાઈઝર ને જાન થી મારી નાંખવાની ધમકી મળતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.કામ મેળવવા બાબતે કંપની ના અધિકારી ને ધમકી મળતા સાયખા કેમિકલ ઝોનમાં સોંપો પડી જવા પામ્યો છે.
વાગરા તાલુકામાં આવેલ સાયખાં કેમિકલ ઝોન માં અનેક વિધ કંપનીઓ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે.જેમાં બુરાકીયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માં પણ કન્ટ્રક્શન કામ ચાલી રહ્યુ છે.ગત ૨૦ સપ્ટેમ્બર ના રોજ આમદડા ગામના કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા એ કંપની માં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો.તેણે કંપનીના પ્રોડકશન અને સાઇટ ઇન્ચાર્જ લક્ષ્મણ ભારદ્વાજ ને જણાવ્યુ હતુ કે કંપનીમાની ક્રેન બહાર કાઢો અને મારી ક્રેન કંપનીમાં લગાવો તેમ કહી બોલાચાલી કરી કામ બંધ કરાવી દીધુ હતુ. કંપની એ મારી પાસે થી એક દિવસ ના અઢી લાખ ના ભાવ થી ભાડા પેટે લેવી પડશે.અને જો આમ નહિ થાય તો બહાર થી કોઈ ક્રેન કંપનીમાં જવા દઈશ નહિ.પુનઃ કુલદીપસિંહ ૨૨ સપ્ટેમ્બર ના રોજ બપોરે દોઢેક વાગે બળજબરીપૂર્વક કંપની એડમીન ઓફિસમાં ઘુસી ગયો હતો.અને કોન્ટ્રાકટ સુપર વાઇઝર અને સાઇટ ઇન્ચાર્જ ને કહેલ કે તમારે કન્ટ્રક્શન નું રો- મટેરિયલ્સ મારી પાસેથી અમારા કહ્યા મુજબ ના ભાવ થી લેવુ પડશે.જો નહિ લો તો સાયખાં ગામના સ્થાનિક માણસો નું ટોળુ ભેગુ કરીને તમારી કંપની નું કન્ટ્રક્શન કામ ચાલવા દઈશ નહિ.અને જો કામ નહીં મળશે તો જાન થી મારી નાંખવાની ધમકી આપતા કંપની પ્રોડક્શન અને સાઇટ ઇન્ચાર્જ લક્ષ્મણ ભારદ્વાજ એ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઇન્ડસ્ટ્રીઝ એરિયા માં સોંપો પડી ગયો હતો.વાગરા પોલીસે ધમકી આપનાર કુલદીપસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જર્નલિસ્ટ ઝફર ગદીમલ સત્યા ટીવી વાગરા