Satya Tv News

બાળકો-વૃદ્ધો માટે 50 અને અન્ય માટે 100 રૂ. ચાર્જ
કેબલ બ્રિજ જેવી લાઇટિંગ

રિસ્ટોરેશન પૂર્ણ થતાં કિલ્લામાં ઐતિહાસિક પ્રસંગોના સંગ્રહ, વિવિધ બુર્જ, ખાઈ, ડ્રો-બ્રિજ સહિતની આર્ટ ગેલેરી નિહાળવા મળશે

સુરતની ઓળખસમા ઐતિહાસિક કિલ્લાનું 2 તબક્કામાં 50 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન પૂર્ણ થતાં 29મીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. પાલિકાએ આ પહેલાં કિલ્લાને ઝગમગ રોશની શણગારવાની કવાયત શરૂ કરી છે. આ માટે વધુ 5 વાયરમેન સહિત 12 કર્મીઓનો એડિશનલ સ્ટાફ ફાળવાયો છે.

2015માં રાજ્ય સરકારે કિલ્લાના સંરક્ષણ કાર્યની જવાબદારી પાલિકાને સોંપી હતી. પાલિકાએ કિલ્લાના અલગ-અલગ બિલ્ડિંગોનું નિષ્ણાતો પાસે કામગીરી શરૂ કરાવી હતી. અલગ અલગ તબક્કામાં કિલ્લાનું ડેવલપમેન્ટ તથા રિસ્ટોરેશનનું કાર્ય પૂર્ણ કરી લેવાયું છે.

જેમાં કિલ્લા 6 ઇમારતની સાથે 4 બુર્જ, 2 પાર્શિયલ બુર્જ, ખાઇ (મોટ) અને ડ્રો બ્રીજ હવે મુલાકાતીઓ માટે તૈયાર છે. અન્ય આકર્ષણોમાં સોવેનિયર શોપ, બ્રિટિશ ટી-રૂમ, મોબાઇલ એપ, વીઆર બેઝ્ડ સુરતનો નકશો, સ્ટ્રીટ ફસાડ (એક પ્રકારની લાઇટિંગ), યુનાની ઔષધાલય, છફ રૂમ, સાંજના સમયે લાઇટ-સાઉન્ડ શો વગેરે જોવા મળશે.

કિલ્લાની મુલાકાત મંગળથી રવિવાર સુધી કરી શકાશે. સવારે 10થી સાંજે 4.10 સુધીમાં ટિકિટ મેળવી લેવાશે. 3 વર્ષથી 16 વર્ષ સુધીના બાળકો માટે 50 રૂપિયા જ્યારે 17થી 60 વર્ષ સુધીના મુલાકાતીઓ માટે 100 જ્યારે 60થી વધુ વય માટે 50 રૂપિયા ટિકિટ દર નક્કી કરાયાં છે.

કિલ્લાનું અલગ-અલગ ફેઝમાં રિસ્ટોરેશન બાદ 29મીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. આ પૂર્વે સમગ્ર કિલ્લાને શણગારવામાં આવ્યો છે. જ્યારે બહારની દીવાલો સહિતનું પરિસર કેબલ બ્રિજ જેવી ફસાડ લાઇટિંગથી ઝગમગી ઉઠશે.

error: