Skip to main content

Satya Tv News

ભરૂચમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા રોષ
પશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતા પાણીમાં અળસિયા
સ્વાસ્થ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવાના રોષ કર્યા વ્યક્ત

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા પૂરા પાડવામાં પીવાના પાણીમાં અળસિયા નીકળ્યા હોવાની ઉઠી છે શહેરના કુંભારિયા વિસ્તારમાં નળમાંથી આવતા પાણીમાં અળસિયા દેખાતા લોકોમાં રોજ ફેલાયો હતો.

ભરૂચમાં પાલિકા દ્વારા પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે ત્યારે કેટલા વિસ્તારમાં પાણી ધોળું આવવાની બૂમો ઊઠી છે. સાથે સાથે કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા સ્થાનિકોમાં ભારે રોજ ફેલાયો હતો. પાલિકા દ્વારા તકેદારી ન રખાય હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા ઉપરાંત પાલિકા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવાના રોષ પણ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: