ભરૂચ પાંચ બત્તી સર્કલ પર કારમાં લાગી આગ.
અચાનક કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ
સબનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં
ધક્કો લગાવી માર્ગની બાજુમાં કરતા પહેલા જ કાર લોક થઇ
આગની ઘટનામાં કાર ચાલક બહાર નીકળી જતા આબાદ બચાવ
નગરપાલિકાના ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો
ભરૂચ શહેરના લોકોથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં સીએનજી કારમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી જો કે આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
આજરોજ વહેલી સવારે ભરૂચ શહેરના ભરચક એવા પાંચબત્તી સર્કલ પાસેથી એક કાર ચાલક પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન સીએનજી કારમાં ધુમાડા નીકળતા ચાલકે કાર માર્ગની બાજુમાં થોભાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કઈ સમજે તે પહેલા આગ ભભૂકી ઉઠી આગને પગલે સમય સુચકતા વાપરી ચાલક નીચે ઉતારી ગયો હતો તે દરમિયાન ધક્કો લગાવે તે પહેલા જ કાર લોક થઇ ગઈ હતી જો કે આગની ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી આગ અંગે વાહન ચાલકોએ ભરૂચ નગર પાલિકા ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીની મીનીટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ