જિલ્લા સમહર્તા ની હાજરીમાં મોકડ્રીલ યોજાઈ
ગામ લોકોને આપદામાં સલામતી ના કેવા પગલાં ભરવા તેની સમજ આપવામાં આવી
દહેજ ના સેઝ એકમાં આવેલી ઓએનજીસી પેટ્રો એડીશન ( ઓપાલ) કંપની કર્મચારીઓ અને આસપાસ આવેલાં ગામડાઓના લોકોની સલામતી અને સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપે છે. આપત્તિ કે અકસ્માતના સમયે બચાવ અને રાહત કામગીરીની સજજતાની નિયમિત રીતે ચકાસણી કરવામાં આવતી હોય છે. હાલમાં કંપની ખાતે ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના વડા અને ભરૂચ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બુધવારના રોજ એલપીજી ગેસ લીકેજની લેવલ-૩ ની મોકડ્રીલનું સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ મોકડ્રીલમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના નાયબ નિયામક,વાગરાના મામલતદાર, જીપીસીબીના રીજીયોનલ મેનેજર,દહેજ મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ,પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી તેમજ અંભેટા અને આસપાસ આવેલાં ગામના સરપંચો અને આગેવાનો હાજર રહયા હતા.
મોકડ્રીલ દરમિયાન ગેસ લીકેજની ઘટનામાં કંપનીની બચાવ અને રાહત અંગેની તૈયારીઓનું નિર્દશન કરવામાં આવ્યુ હતુ.તેમજ ગામલોકોને પણ તેમની સલામતી માટે તાત્કાલિક શું પગલાં ભરવા તેની વિશેષ સમજ આપવામાં આવી હતી. ઓપાલની આજુબાજુ આવેલી કંપનીઓના સેફટી હેડ અને સ્ટાફ પણ મોકડ્રીલમાં હાજર ખાસ ઉપસ્થિત રહયા હતા.
જર્નલિસ્ટ ઝફર ગદીમલ સાથે સત્યા ટીવી વાગરા