વાસ્મો ના કર્મચારીઓને ન્યાય નહિ મળતા હડતાળ માર્ગે
સરકાર દ્વારા વાસ્મો સર્વિસ મેન્યુઅલ ૨૦૦૨ નો અમલ નહિ થતા કર્મીઓ આંદોલનના સહારે
ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાતો કરતી સરકારનું કર્મચારીઓના પ્રાણ પ્રશ્ને પેટનું પાણી હલતુ નથી
ભરૂચ જિલ્લાના વાસ્મો ના કર્મચારીઓ પોતાની માંગો ના લઈ ને છેલ્લા કેટલાયે દિવસો થી હડતાળ પર ઉતર્યા છે.તેમ છતાં તેમની પડતર માંગો પર કોઈજ ચર્ચા નહિ થતા સો ટકા નજીક પહોંચેલો હર ઘર નલ સે જલ પ્રોજેકટ ને અસર થવા પામી છે.ન્યાય નહિ મળે ત્યાં સુધી વાસ્મો કર્મચારીઓ પોતાની લડત અસરકારક બનાવશે ના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પ્રધાન મંત્રી નો હર ઘર નલ સે જલ નો પ્રોજેકટ કર્મચારીઓ ની પડતર માંગણીઓ નહિ સંતોષાતા ઘોંચ માં પડી જવા પામ્યો છે.રાજ્ય સરકાર દ્ધારા જ કર્મચારીઓ ના હિત માં વાસ્મો સર્વિસ મેન્યુઅલ ૨૦૦૨ બનાવ્યો હતો.જેમાં પગાર ધોરણ,હોદ્દા અપગ્રેડશન,પી.એફ, ગ્રેજ્યુએટી જેવા અનેક લાભો નો સમાવેશ કરવામાં આવ્યો હતો.બે દાયકા જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં રાજ્ય સરકાર કર્મચારીઓ ના હિત માં કોઈજ નક્કર પગલાં ભરવા તૈયાર નથી.રાજ્ય સરકાર ની યશ કલગી માં પાણી મુદ્દે અસરકારક કામ કરનારા કર્મચારીઓ ને ઉલ્ટાનું છેલ્લા ત્રણ વર્ષથી પગાર વધારો સ્થગિત કરી દેવાતા વાસ્મો કર્મીઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો.પડતર માંગણીઓ સંદર્ભે અનેક વાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાંયે અને છેવાડા ના માનવી સુધી પાણી પહોંચાડનાર તંત્રના પ્રાણ પ્રશ્ને રાજ્ય સરકારના પેટનું પાણી હલતુ નથી.હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને કારણે પ્રધાનમંત્રી નો મહત્વકાંક્ષી પ્રોજેકટ ને અસર થવા પામી છે.પ્રધાન મંત્રીને નારાજ કરવુ રાજ્ય સરકાર ને પરવડે એમ નથી.ત્યારે જોવુ રહ્યુ કે આગામી સમયમાં રાજ્ય સરકાર કર્મચારીઓ ની પડતર માંગો ને કઈ રીતે ઉકેલે છે.હાલતો વાસ્મો કર્મીઓ જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લડી લેવાના મૂડ માં જણાય રહ્યા છે.