Satya Tv News

વડોદરાના ગરબામાં યુવતીએ ફૂંકી ઇ-સિગારેટ

ઇ-સિગારેટ ફૂંકી ઘુમાડા કાઢતો વીડિયો વાયરલ

વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો

વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રીમાં સંસ્કારી નગરીને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા ગરબા ગ્રાઉન્ડમાં ચાલુ ગરબાએ ગરબા રમતા-રમતા ઇ-સિગારેટના ધુમાડા કાઢતી એક યુવતીનો વીડિયો વાઇરલ થયો છે. જેને હાલ ભારે ચર્ચા જગાવી છે.

ચાલુ ગરબે યુવતીએ ઈ-સિગારેટના ધુમાડા કાઢીને ગરબા રમ્યા હતા. ત્યારે અન્ય ખેલૈયાઓએ આ યુવતીનો ઇ-સિગારેટ પીતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. અન્ય ખેલૈયાઓએ આ યુવતીને પાઠ ભણાવવા વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

તમને વધુમાં જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકનારે જણાવ્યું હતું કે ‘આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા નથી માંગતા. પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય. એનો વિરોધ કરીને આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે.’ ગરબા-આયોજકોએ પણ પગલાં લેવા પ્રતિબદ્ધતા બતાવી હતી.

મહત્વનું છે કે, વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહે જણાવ્યું હતું કે ‘આવો વીડિયો જો વાઇરલ થયો હોય તો ખરેખર ખોટું છે. સાદા વેશમાં ફરતી શી ટીમને અમે સૂચના આપીશું. તેઓ રોમિયો સાથે હવે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે.’ જ્યારે યુનાઇટેડ વેના આયોજકે જણાવ્યું હતું કે ‘અમે સિક્યોરિટીને સૂચના આપીશું. આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધીને બહાર કાઢે. આવા લોકો મળશે તો કાર્યવાહી કરાશે

error: