જંબુસરમાં દિવાલ પડતા આધેડને ગંભીર ઈજા
ગંભીર ઈજાઓને પગલે સારવાર દરમિયાન મોત
ઘટનાથી ગામમાં સર્જાયો શોકનો માહોલ
જંબુસર તાલુકાના પીલુદ્રા ગોકુળીયા વગામાં દિવાલ પડતા આધેડને ઈજા થતા તેમનું સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું
જંબુસર તાલુકાના પીલુદ્રા ગોકુળીયા વગામાં રહેતા માધવભાઇ પરમાર તેઓ ઘરમાં હતા તે સમયે મકાનની દિવાલ અચાનક તૂટી પડતાં તેઓ કાટમાળ નીચે દબાઈ ગયાં હતાં. દીવાલ પડવાનો ધડાકાભેર અવાજ આવતાં લોકો સફાળા જાગી દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાઈ ગયેલ માધવભાઈ પરમારને બહાર કાઢ્યાં હતાં અને સારવાર અર્થે વડુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાતા વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી ખાતે ખસેડવામાં આવ્યાં હતાં માધવભાઈ પરમારનુ વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જે અંગે વેડચ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પિલુદરા ગામના બનેલી ઘટનાથી ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો.
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર