Satya Tv News

ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ તેમના પરમ મિત્ર પગાર કંસારાએ પણ ચીરવિદાય લીધી છે. ગુજરાતના ફેમસ કોમેડિયન પરાગ કંસારાનું વડોદરામાં નિધન થયું છે. ‘ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનના પાંચ ફાઈનલિસ્ટમાં આવીને ખ્યાતનામ થયા હતા. જેના બાદ તેઓ રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને અહેસાન કુરેશીના ખાસ મિત્રો બન્યા હતા.

પરાગ કંસારાએ બોલિવુડના અનેક કોમેડેડિયન દિગ્ગજો સાથે કામ કર્યું છે. તેઓ મિમીક્રી આર્ટિસ્ટ તરીકે ફેમસ થયા હતા. ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લઈને તેમણે ચર્ચા જગાવી હતી. તેના બાદ અનેક દિગ્ગજો સાથે કામ કર્યું હતું. પરાગ કંસારા રાજુ શ્રીવાસ્તવના બેસણામાંથી આવ્યા બાદ ખૂબ દુખી હતા. બુધવારે તેમણે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા. જેના બાદ ગોરવા ખાતેના તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી.

પરાગ કંસારાનો દીકરો એક વર્ષથી કેનેડા રહે છે. જે તાત્કાલિક આવી શકે તેમ ન હોવાથી દીકરી ગ્રીવા કંસારાએ પિતાને મુખાગ્નિ આપ્યા હતા. પરાગ કંસારાની દીકરી ગ્રીવા પણ ફેમસ યુટ્યુબર છે. આ વિશે ગ્રીવા કંસારાએ કહ્યું કે, મારા પિતાની ઇચ્છા હતી કે, હું જ તેમની અંતિમવિધિ કરું.

પરાગ કંસારા ભારે મહેનત બાદ આ મુકામ પર પહોંચ્યા હતા. તેઓ રીક્ષાચાલકમાંથી રાતોરાત સ્ટાર બન્યા હતા. તેઓ પહેલા મેજિક શોમાં કામ કરતા, તેમજ રિક્ષા ચલાવતા, ઓરકેસ્ટ્રાના નાના-મોટા શો પણ કરતા હતા. ત્યારબાદ તેઓ લાફ્ટર ચેલેન્જમાં આવ્યા અને રાતોરાત સ્ટાર બની ગયા.

કોમેડિયનના નિધન પર હાસ્ય કલાકાર સુનીલ પાલે શોક દર્શાવ્યો છે. સુનીલ પાલે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવુક દેખાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, મિત્રો, નમસ્કાર હૃદયને હચમચાવી નાખે તેવી ખબર સામે આવી છે કોમેડી ક્ષેત્રથી. અમારા લાફ્ટ ચેલેન્જના સાથી પરાગ કંસારા હવે આ દુનિયામાં રહ્યાં નથી. તેઓ દરેક વાતને ઉલ્ટા સોચો કહીને આપણને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં રહ્યાં નથી. ખબર નથી કે કોમેડીની દુનિયાને કોની નજર લાગી ગઇ છે. હજી થોડા દિવસ પહેલા આપણે રાજુ ભાઈને ગુમાવી દીધા. એક પછી એક આપણે કોમેડી પિલ્લરને ગુમાવી રહ્યાં છે. સુનીલ પાલે દીપેશ ભાનને પણ આ વીડિયોમાં યાદ કર્યા.

error: