Satya Tv News

આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો 82.22 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે અને તેમાં 33 પૈસા અથવા 0.41 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભારતીય ચલણ રૂપિયો આજે રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો

રૂપિયામાં 0.41 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો

આ વર્ષે રૂપિયામાં 10 ટકાથી વધારે થયો ઘટાડો

ભારતીય ચલણ રૂપિયો આજે રેકોર્ડ નીચી સપાટીએ આવી ગયો છે અને તેણે પહેલીવાર ઓપનિંગમાં ડોલરની સામે 82નું સ્તર પણ તોડી નાખ્યું છે. આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો 82.22 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે અને તેમાં 33 પૈસા એટલે કે 0.41 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીઓએ ગઈકાલે રાત્રે આપેલા નિવેદનથી ડોલરની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.

આ કેલેન્ડર વર્ષમાં ભારતીય રૂપિયામાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને વર્ષ 2022માં તે 10.60 ટકા તૂટી ચૂક્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વ્યાજદરમાં સતત વધારાને કારણે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને તેના કારણે ઇમર્જિંગ માર્કેટ્સની કરન્સીની સાથે-સાથે ભારતીય ચલણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઓઈલના આયાતકારો તરફથી ડોલરની ભારે માંગ અને વ્યાજદરમાં વધારાની વધતી આશંકાઓની પણ ભારતીય ચલણ રૂપિયા પર નકારાત્મક અસર જોવા મળી છે અને શરૂઆતના કારોબારમાં રૂ. 82.33 રૂપિયા પ્રતિ ડોલર સુધી નીચે ચાલ્યો ગયો છે.

ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈને કારણે અમેરિકી કરન્સી સામે રૂપિયો ગુરુવારે 55 પૈસા ઘટીને 82.17 પ્રતિ ડોલરની સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો. ગઈકાલના કારોબારમાં ઈન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો મજબૂતાઈ સાથે 81.52ના સ્તર પર ખૂલ્યો, પરંતુ ડોલરમાં મજબૂત રીતે રૂપિયા પર દબાણ જોવા મળ્યું. કારોબાર દરમિયાન રૂપિયાએ 81.51નું ઉચ્ચ સ્તર અને 82.17નું નીચું સ્તર પણ જોયું હતું. અંતે રૂપિયો પાછલા ટ્રેડિંગ સત્રની સરખામણીમાં 55 પૈસાના ભારે ઘટાડાની સાથે 82.17 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. વાસ્તવમાં યુએસમાં સર્વિસ PMI અને ખાનગી નોકરીઓના આંકડા અપેક્ષા કરતાં વધુ સારા રહેતા ડોલર મજબૂત થયો છે.

આજે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે અને NSEનો નિફ્ટી 44.60 પોઈન્ટ એટલે કે 0.26 ટકાના ઘટાડા સાથે 17,287.20 પર ખુલ્યો છે. બીજી તરફ BSEનો સેન્સેક્સ 129.54 પોઈન્ટ એટલે કે 0.22 ટકાના ઘટાડા સાથે 58,092.56 પર ખુલ્યો છે.

error: