Satya Tv News

વડોદરા તાલુકા પંચાયતમાં ટ્રેકટર ખરીદી કૌભાંડનો મામલો
આ કૌભાંડમાં માત્ર ટીડીઓને કર્યા છે સસ્પેન્ડ
સ્વચ્છતા અભિયાન માટે ગ્રામ પંચાયતો માટે ખરીદ્યા હતા ટ્રેકટર
કવોટેશન મંગાવ્યા વગરજ ટ્રેકટરની કરી હતી ખરીદી

તાજેતરમાં ટ્રેક્ટર ટ્રોલીની ખરીદી બાબતે ભ્રષ્ટાચાર ની ગંધ આવતા તાલુકા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દરમિયાન હવે તાલુકા પંચાયતના જવાબદાર તમામ સભ્યોને સસ્પેન્ડ કરવાની માંગણી સામાજિક કાર્યકર્તાએ કરી છે.

પ્રધાનમંત્રીના  સ્વચ્છતા મિશનના ભાગરૂપે વડોદરા તાલુકાના ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ટ્રેક્ટરને ટ્રોલીની ખરીદી કરવામાં આવી હતી.  ટ્રેક્ટર અને ટોલી ખરીદી પાંચ લાખથી ઓછી રકમની હોય તો ગ્રામ પંચાયત દ્વારા સામાન્ય સભા ભરી ઠરાવ કરી ક્વોટેશન મંગાવી ખરીદી કરવાની હોય છે. પરંતુ  તાલુકાના અધિકારીઓ અને શાસનમાં બેઠેલા સત્તાધીશોએ સીધે સીધી ખરીદી કરતા શંકા ઉદભવી હતી.  તાલુકા વિકાસ અધિકારી પાસે ટ્રેક્ટર અને ટ્રોલીની સમગ્ર બાબતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવી હતી જેને આજે દોઢ મહિનો થઈ ગયો છે છતાં માહિતી આપવામાં આવતી નથી. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન વહીવટી પાખ ના જવાબદાર કારોબારી સમિતિના જેટલા હાજર સભ્યો હતા તે તમામ સભ્યોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરી આ બોડીને દૂર કરવાની માંગ સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ કરી છે. જે અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ ,વડોદરા શહેર કલેકટર , સ્ટેટ વિજિલન્સ વિભાગ તેમજ  મુખ્યમંત્રીને આ બાબતે આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા

error: