હપ્તો નહીં આપે તો લીઝ ચાલુ કરતા નહીં તેવી ધમકી આપી હતી.
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા ઈમ્તિયાઝ અલી સૈયદની ઝઘડિયા તાલુકાના આમોદ તથા ભીમપોર ગામે સિલિકાની લીઝ આવેલ છે. ગતરોજ સવારે ઈમ્તિયાઝ અલી સૈયદ તથા તેમનો ડ્રાઇવર ડાહયા મંગાભાઈ વસાવા તેમની ગાડી લઈ આમોદ ખાતે આવેલ લીઝની નવી સિઝનનું મુહૂર્ત કરવા જતા હતા, તે દરમિયાન એક બાઈક ચાલક તેમની ફોર વીલ ગાડીની ઓવરટેક કરી ઉભી રાખી દીધી હતી. બાઈક ચાલક આમોદ ગામના ડેપ્યુટી સરપંચ મહેશ વસાવા હતો. લીઝ માલિકની ગાડીની આગળ પોતાની બાઇક ઉભી રાખી દઈ મહેશ પૂછતો હતો કે તમે ક્યાં જાવ છો? તેથી ઈમ્તિયાઝભાઇએ તેમને જણાવેલ કે નવી સિઝન ચાલુ થયેલ હોય ખાણનું મુહૂર્ત કરવા જઈએ છીએ, મહેશ વસાવા એકદમ ઉશ્કેરાઇ જઇ કહેવા લાગેલ કે ખાંણનું મુહુર્ત કરવું હોય તો કરો પણ ખાણ ચાલુ કરતા નહીં. ખાણ માલિક ઈમ્તિયાઝભાઇએ તેને ખાણ ચાલુ કેમ નહીં કરવી તેમ પૂછતા તેણે જણાવેલ કે અમે તમને અમારું ધ્યાન રાખતા નથી, તમારે જો ખાણ ચાલુ કરવી હોય તો તમારે અમોને દર મહિને એક લાખ રૂપિયા હપ્તો આપવો પડશે, જો તમે અમને દર મહિને આ લાખ રૂપિયા નો હપ્તો નહીં આપો તો ખાણ ચાલુ કરવા દઈશું નહીં અને ખાણ પણ આવતી મશીનરીને નુકસાન કરી નાખીશું તેમજ તમારા માણસોને માર મારી પરેશાન કરી અહીંયા થી ભગાડી દઈશું તેવી ધમકી આપી હતી, જેથી ઈમ્તિયાઝ સૈયદને ધમકી આપતા હોય તેમણે જણાવેલ કે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ કહેતા મહેશ કહેવા લાગેલ કે અમો તમને એટ્રોસિટી કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપવા લાગેલો ત્યારબાદ ઈમ્તિયાઝભાઇ તેમની આમોદ ખાતેની ખાણનું નવી સિઝનનું મુહૂર્ત કરવા ગયા હતા અને ત્યાંથી તેમની ભીમપોર ખાણ પર ગયા હતા, ત્યારે ૧૧ વાગ્યાના અરસામાં આમોદના ડેપ્યુટી સરપંચ મહેશે તેમના માઇનીગ સુપરવાઇઝર મહંમદ શકીલ વલી મલેકને તેના મોબાઈલથી ફોન કરી જણાવેલ કે તારા શેઠને કહી દેજે કે અમારા ગામમાં આવેલ ખાણ ચલાવી હોય તો મને દર મહિને એક લાખ નો હપ્તો આપવો પડશે તેમ જણાવેલ હતું જેથી મહેશ વસાવા નાએ ખાણ માલિક ઈમ્તિયાઝ અલી સૈયદ પાસે ખંડણી માંગતા હોય અને ન આપો તો તેમને એટ્રોસિટીના ખોટા ગુનામાં ફસાવી દેજો તેવી ધમકી આપી દર મહિને એક લાખ ની ખંડણી માંગી હોય ઈમ્તિયાઝ અલી સૈયદ એ રાજપારડી પોલીસ મથકમાં આમોદ ગામના ઉપસરપંચ મહેશ અવિચરભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા