Satya Tv News

હુમલાખોર શેફે પોતાની સાથે ફોટો પડાવવાનો ઇનકાર કરનાર શો ગર્લ્સ પર ચાકુથી હુમલો કર્યો

અમેરિકાના લાસ વેગાસમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મોટા ચાકુથી એક પછી એક કેટલાક લોકો પર હુમલો કર્યો હતો. જેમાં બે લોકોનાં મોત થયા છે અને અન્ય છ લોકો ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણની સ્થિતિ ગંભીર અને ત્રણની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે.

સાક્ષીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરે અનેક સ્થળે હુમલા કર્યા હતાં

હુમલાખોરે જે જે લોકોને નિશાન બનાવ્યા છે તેમાં કેટલાક પીડિત શો ગર્લ અથવા સ્ટ્રીટ પર્ફોમર હતાં.

પોલીસે જણાવ્યું હતું કે સ્ટ્રીપના ઉત્તરી ભાગમાં ગુરુવાર સવારે ૧૧.૪૦ વાગ્યે હુમલાના ફોન આવ્યા હતાં.અત્યાર સુધી હુમલા પાછળનું કારણ જાણી શકાયું નથી.

મીડિયાના અહેવાલ અનુસાર હુમલાખોર શેફ છે અને તે પોતાના ચાકુ સાથે શો ગર્લ સાથે એક ફોટો પડાવવા માગતો હતો પણ શો ગર્લ્સ તેમની સાથે ફોટા પડાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ શેફે આ ચાકુ વડે જ તેમના પર હુમલા કરવાનું ચાલુ કરી દીધું હતું.

error: