Satya Tv News

દેડીયાપાડાની પ્રાથમિક શાળામાં બાળકો મજબૂર
એક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો
લોકો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી રહ્યા

નર્મદા જીલ્લામાં દેડીયાપાડાના પીપલા કંકાલા ગામની પ્રાથમિક શાળામાં એક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણવા મજબૂર બન્યા છે.

સરકાર શિક્ષણ આરોગ્ય અને આદિવાસીઓનાં વિકાસના નામ પર બણગા ફૂંકી રહી છે અને ગુજરાત મોડેલની વાહ વાહી આખા વિશ્વમાં લૂંટાવી રહી છે,ત્યારે જે જીલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ હોય તેવાં આદિવાસી વિસ્તાર એટલે ડેડીયાપાડા તાલુકામાં આવેલ પીપલા કંકાલા ગામમાં “સત્યા ટીવી” ન્યુઝ ચેનલની ટીમે મુલાકાત લેતા નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા પીપલા કંકાલા ગામમાં એક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો શિક્ષણ લેતા જોવા મળ્યા હતા, હાલની સંવેદનસિલ સરકાર વિકાસના નામ પર વાહ વાહી લૂંટાવી રહી છે ત્યારે ડેડીયાપાડાનું સરકારી તંત્ર ઊંઘતું ઝડપાઈ ગયું છે અને રાજ્ય સરકારની પોલ ખોલતું શિક્ષણ સંકુલ સામે આવ્યુ છે, ડેડીયાપાડા તાલુકા મથક થી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલું પીપલા કંકાલા ગામમાં શિક્ષણની દયનિય અને કથળેલી હાલત જોવાં મળી, તાલુકા મથકે થી નજીકના ગામમાં આ પ્રમાણેની હાલત હોય તો ડેડીયાપાડા થી ઊંડાણવાળા વિસ્તારોના ગામોમાં શું હાલત હોય એ પ્રશ્ન દરેકના મનમાં ઉદ્દભવે.!!

પીપલા કંકાલા ગામના આગેવાનેં જણાવ્યું હતું કે ઘણા સમયથી સરકારી તંત્રને રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધીમાં અમને સંતોષકારક જવાબ મળ્યો નથી અને અધિકારીઓએ પ્રાથમિક શાળાના નવા ઓરડાઓ બાબતે કામગીરી હાથ ધરી નથી, વધુમાં ઉમેર્યું હતું કે અમારા ગામના નવા ઓરડાઓનું કામકાજ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં ન આવે તો અમે સૌ ગામના લોકો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: