તેજ પ્રતાપે શ્યામ રજક પર આરએસએસ અને બીજેપીના એજન્ટ હોવાનો પણ આરોપ લગાવ્યો
રવિવારે RJDની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ખૂબ જ હંગામો થયો હતો. RJD નેતા તેજ પ્રતાપ યાદવ મીટિંગમાંથી ગુસ્સામાં બહાર નીકળી આવ્યા હતા. આ દરમિયાન RJD સુપ્રીમો લાલુ પ્રસાદના મોટા પુત્ર અને બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવે પાર્ટીના નેતા શ્યામ રજક પર આરોપ લગાવ્યો છે.તેજ પ્રતાપ યાદવે શ્યામ રજકને RSSનો એજન્ટ ગણાવ્યો હતો. મીટિંગમાંથી બહાર નીકળ્યા બાદ તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, શ્યામ રજકે મારી બહેન માટે અપશબ્દો બોલ્યા છે.
નવી દિલ્હીમાં RJDની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પણ હાજરી આપી હતી. પરંતુ થોડીવાર બાદ જ તેજ પ્રતાપ યાદવ મીટિંગ છોડીને બહાર નીકળી આવ્યા હતા. તેઓ ગુસ્સાથી લાલ હતા. આ દરમિયાન તેમણે પોતાની જ પાર્ટીના નેતા શ્યામ રજક પર મોટો આરોપ લગાવ્યો હતો. તેજ પ્રતાપે કહ્યું કે, શ્યામ રજકે મારી બહેન માટે અપશબ્દો બોલ્યા છે. મારી પાસે તેનો ઓડિયો છે અને હું આ ઓડિયો મારા સોશિયલ મીડિયા પેજ પરથી શેર કરીશ.
તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, જ્યારે અમે શ્યામ રજકને કાર્યક્રમ વિશે પૂછ્યું તો તેણે અપશબ્દોનો ઉપયોગ કર્યો. મારી બહેન અને પીએ વિશે અપશબ્દો બોલ્યો. અમે તેનો ઓડિયો બિહારના લોકોને સંભળાવીશું. તેજ પ્રતાપે શ્યામ રજક પર આરએસએસ અને બીજેપીના એજન્ટ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, આવા બીજેપી-આરએસએસ લોકોને સંગઠનમાંથી બહાર ફેંકી દેવા જોઈએ.