Satya Tv News

જંબુસર નગરમાં ઈસ્લામ ધર્મની રેલી
મહાન પયગમ્બરના જન્મદિવસની ઉજવણી
જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

જંબુસર નગરમાં ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહંમદ મુસ્તુફા સલ્લલાહો અલયહે વસલ્લમના જન્મદિવસની ઉજવણી આજરોજ શાનોશોકત પુર્વક કરવામાં આવી હતી

દર વર્ષની જેમ આજે પણ સવારથી જ મદ્રેસાઓના બાળકો હાથમાં ઝંડો લઈ શેરીઓમાં જુલુસ કાઢી ગંજ શહિદ દરગાહ પહોંચ્યા હતા.ત્યારબાદ સવારે દસ કલાકે જુમ્મા મસ્જિદ પાસેથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝોહરની નમાઝ બાદ જુમ્મા મસ્જિદ પાસેથી પગપાળા જુલૂસ કાઢવામાં આવ્યું હતું શહેરના મુખ્યમાર્ગો પર જુમ્મા મસ્જિદ કપાસીયા પૂરાં ઘાંચીવાડ કોટ બારણા માઇનો લીમડો તલાવપુરા અને ગંજ મઝાર પર પહોંચ્યો.ત્યાં ફાતેહા ખાવાની કરવામાં આવી હતી બાર રબીઉલ અવ્વલના પહેલા ચાંદથી બાર દિવસ જુદી જુદી મસ્જિદોમાં દરુદપાકની મહેફીલો પણ કરવામાં આવી હતી નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.શહેરની યંગ કમિટી જસ્ને ઈદે મિલાદ કમીટીના આયોજકો શહેરકાઝી ગ્યાસુદ્દીન સૈયદ સાકીર મલેક મોલાના ઈલ્યાસ જાકીરભાઇ શેખ ઈમ્તિયાઝ બાપુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: