યુક્રેન અને રશિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલુ છે. રશિયાના હુમલાથી યુક્રેનના અમુક શહેર ખંડેર થઈ ગયા છે. યુક્રેનના દક્ષિણપૂર્વી શહેર જાપોરીજ્જિયામાં રવિવારે રશિયન સૈનિકોએ મિસાઈલ એટેક કર્યો. આ એટેક એપાર્ટમેન્ટ બ્લોક અને આવાસીય વિસ્તાર પર કર્યો. જાણકારી અનુસાર યુક્રેનમાં એર એલર્ટ જાહેર કરી દેવાયુ છે.
એજન્સીના જણાવ્યા અનુસાર જાપોરીજ્જિયામાં થયેલા મિસાઈલ હુમલામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત નીપજ્યા છે. લગભગ 89 અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા છે. રવિવારે જાપોરીજ્જિયા પર કરવામાં આવેલો હુમલો છેલ્લા ત્રણ દિવસોમાં આ રીતનો બીજો એટેક છે. એજન્સી અનુસાર રશિયન વિમાને 12 મિસાઈલો દાગી. આ દરમિયાન 9 માળના એપાર્ટમેન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યુ. હુમલામાં હાઈરાઈઝ એપાર્ટમેન્ટ તબાહ થઈ ગયુ. આ સાથે જ 5 આવાસીય ભવનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
યુક્રેનના અધિકારીઓએ કહ્યુ કે રશિયન સૈનિકોના આ હુમલામાં 18 લોકોના મોત નીપજ્યા છે. 89 અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા છે. જેમાં 60 ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ છે. ઈજાગ્રસ્તોમાં 11 બાળકો પણ સામેલ છે. આ અગાઉ શનિવારે રશિયાને ક્રીમિયા સાથે જોડનાર કર્ચ સ્ટ્રેટ બ્રિજ સળગી ઉઠ્યો. આ રશિયાને જોડનાર સૌથી ખાસ પુલ છે. યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે ક્રીમિયામાં હાજર રશિયન સૈનિકો માટે આ પુલ ખૂબ મહત્વપૂર્ણ હતો.