Satya Tv News

હિન્દુ ધર્મને લઈને કરેલા વિભાદિત નિવેદન બાદ અલગ અલગ લોકો દ્વારા અરવિંદ કેજરીવાલને દર્શાવતા પોસ્ટરો અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં લગાવવામાં આવ્યા હતા. હવે આજે પણ અમદાવાદ શહેરમાં અરવિંદ કેજરીવાલની તસવીર સાથેના પોસ્ટરો લાગ્યા છે. આ વખતે પોસ્ટર લગાવવાનું સ્થળ અમદાવાદ મેટ્રો રેલના પિલર છે. થલતેજથી કાલુપુર જતા મેટ્રો રેલના અરવિંદ કેજરીવાલના વિરોધ દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જો કે આ પોસ્ટર આ વખતે કોઈ રાજકીય પાર્ટીએ નહીં પરંતુ એક સામાજીક કાર્યકરના નામે લાગ્યા છે.

અરવિંદ કેજરીવાલના પોસ્ટરના વિવાદ બાદ રાજકારણ ગરમાયું હતું અને અલગ અલગ વિસ્તારમાં કેજરીવાલના અલગ અલગ તસવીરો બનાવીને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.આમ આદમી પાર્ટી અને ભાજપના એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા હતા. આ પોસ્ટર કોણે લગાવ્યા તે અંગે હજી સુધી કોઈ વિગતો સ્પષ્ટ થઈ નથી.ત્યારે આજે ફરીથી અમદાવાદ શહેરમાં અરવિંદ કેજરીવાલની તસવીરો સાથેના વિરોધ દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

થલતેજ મેટ્રો સ્ટેશનથી હેલ્મેટ સર્કલ તરફ જતાં અમદાવાદ મેટ્રોના પિલર પર કેજરીવાલ વિરુદ્ધ લગાવવામાં આવ્યા છે.આ પોસ્ટર લગાવાયા બાદ ફરી વિવાદ વધે તેવી શક્યતા છે. આ અંગે ત્યાંથી પસાર થતાં લોકો પોસ્ટર જોવા રોકાય છે. હાલ આ અંગે વિવાદ વકરે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

error: