Satya Tv News

મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના નીળંગા તાલુકાના હાસોરી ગામની ધરતી રવિવારે રાતે ફરીથી ધણધણી ઉઠી હતી.રવિવારે રાતે ૧ઃ૧૩ મિનિટે રિક્ટર સ્કે લ પર ૨.૧ ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો.

ધરતીકંપની અસર હોસોરી સહિત બડુર, પીરપટેલ વાડી, અંબુલગા વગેરે ગામમાં પણ અનુભવાઇ હતી એવી માહિતી લાતુર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારી સાકેબ ઉસ્મોનીએ આપી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ગણેશ ઉત્સવ પહેલાં હાસોરી અને નજીકનાં ગામોમાં ભૂકંપની ધણધણાટી થઇ રહી છે. જમીનમાંથી ભયાનક અવાજ સંભળાઇ રહ્યા છે. આવા ભયજનક વાતાવરણથી આ બધાં ગામનાં નાગરિકામાં ડર ફેલાઇ ગયો છે.

error: