Satya Tv News

જે અધિકારીઓના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના સીએમ ભૂપેશ બઘેલના નજીકના હોવાનું જાણવા મળ્યું છે

છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત પ્રદેશના અનેક શહેરોમાં સવારથી EDએ દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે EDની ટીમે રાયપુર, ભિલાઈ, દુર્ગ, મહાસમું, રાયગઢમાં IAS ઓફિસર, ચાર્ટેડ એકાઉન્ટન્ટ સહિત નેતાઓને ત્યાં રેડ પાડી છે. પ્રદેશના અનેક મોટા અધિકારીઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. સવારે 5:00 વાગ્યાથી ડઝન ભર અધિકારીઓના ઠેકાણા પર સર્ચ ઓપરેશન ચાલું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલના સમયમાં છત્તીસગઢમાં સૌથી મોટી રેડ છે. લગભગ ડઝનભર ઠેકાણા પર એક સાથે EDના અધિકારીઓ દરોડા પાડી રહ્યા છે. જે અધિકારીઓના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના સીએમ ભૂપેશ બઘેલના નજીકના હોવાનું જાણવા મળ્યું છે. દુર્ગમાં સૌમ્યા ચોરસિયા, રાયપુરમાં સીએ વિજય માલુના ઘરે રેડ પાડી છે.

રાયપુરમાં માઈનિંગ હેડ IAS જેપી મૌર્યના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. મહાસમુંદમાં નેતા અગ્નિ ચંદ્રાકારના ઠેકાણા પર પણ EDના અધિકારીઓ પહોંચ્યા હોવાની સૂચના મળી છે. અનુપમ નગરમાં સૂર્યકાન્ત તિવારીના ઘરે પણ દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો કોલસા સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ નેતાઓના ઘરોમાં ITના દરોડા પડ્યા હતા.

error: