Satya Tv News

ઉત્તરાખંડના કાશીપુરમાં 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવેલા બદમાશની ધરપકડ કરવા ગયેલી યુપી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક મહિલાનું મોત થઈ ગયુ હતું. બીજી તરફ એસએચઓ સહિત 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મહિલાના મોત બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. હજારો લોકોએ હંગામો મચાવ્યો હતો અને હાઈવે બ્લોક કરી દીધો હતો. આ મામલામાં પોલીસ અને પીડિત પરિવાર બંનેના અલગ-અલગ દાવા છે

મૃતક મહિલા ઉધમ સિંહ નગરની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલામાં યુપી પોલીસ અને પીડિતાના પરિવાર બંને તરફથી ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મૃતક મહિલા ગુરપ્રીત કૌર કુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભરતપુરના જસપુરના સૌથી મોટા બ્લોક પ્રમુખ ગુરતાજ ભુલ્લરની પત્ની છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે યુપીના મુરાદાબાદની પોલીસ ઉત્તરાખંડમાં ગેંગસ્ટર ઝફરની ધરપકડ કરવા ગઈ હતી. તેના પર 50,000 રૂપિયાનું ઈનામ હતું. જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા કાશીપુર પહોંચી ત્યારે પોલીસ ટીમને સ્થાનિક લોકોએ ઘેરી લીધી હતી. ત્યારબાદ તેમના હથિયારો છીનવી લેવામાં આવ્યા હતા. એટલું જ નહી, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મુરાદાબાદ પોલીસની કાર્યવાહીના વિરોધમાં ક્રોસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમાંથી બે પોલીસ કર્મીઓને પગમા ગોળી વાગવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની સારવાર ઉધમસિંહ નગરમાં ચાલી રહી છે. ડોક્ટર્સે તેમની હાલત ગંભીર ગણાવી છે.

error: