Satya Tv News

દુનિયાના અનેક દેશોમાં હિજાબ અંગે વિવાદ ચાલી રહ્યો છે. ઈરાનમાં મહિલાઓ તેના વિરોધમાં આંદોલન કરી રહી છે ત્યારે સ્વિટ્ઝર્લેન્ડમાં જાહેર સ્થળોએ હિજાબ પહેરવા અને ચહેરો ઢાંકવા ઉપર પ્રતિંબધ મુકવાની તૈયારી ચાલી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર 1000 ફ્રેક એટલે કે 82 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સ્વિસ ફેડરલ કાઉન્સિલે સંસદમાં ડ્રાફ્ટ કાયદાની દરખાસ્ત કરવાની જાહેરાત કરી છે.

મળતી માહિતી મુજબ સંસદમાં મોકલવામાં આવેલા ડ્રાફ્ટમાં બુરખાનો નામથી બુરખાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ સાથે જ કેટલીક છૂટની પણ વાત કરવામાં આવી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં સંસદ દ્વારા ડ્રાફ્ટ કાયદાને મંજૂરી મળ્યા બાદ આ બિલને અમલમાં આવશે. સ્વિટ્ઝર્લેન્ડના સ્થાનિક સમાચાર પત્ર સ્પુટનિકે જણાવ્યું હતું કે, સરકાર આરોગ્યના કારણો, સલામતીના મુદ્દાઓ, આબોહવાની પરિસ્થિતિઓ, સ્થાનિક રીત-રિવાજો, કલાત્મક હેતુઓ અને જાહેરાતો માટે ચહેરો ઢાંકવાની મંજૂરી આપશે. વળી, રાજદ્વારી અને કોન્સ્યુલર કચેરીઓના સંકુલ, બોર્ડ પ્લેન, ચર્ચ અને અન્ય પૂજા સ્થાનોવા પરિસરમાં ચહોરો ઢાંકવા પ્રતિબંધ લાગુ નહીં પડે.

તમને જણાવી દઈએ કે, સ્વિટ્ઝર્લેન્ડમાં કુલ વસ્તના 5 ટકા મુસલમાનો છે. તેમાંથી અનેક તુર્કી અને બાલ્કન રાજ્યોના છે. સાર્વજનિક સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવને વર્ષ 2021માં લોકમતમાં મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ 7 માર્ચ 2021ના રોજ સ્વિટ્ઝર્લેન્ડે જાહેર સ્થળો પર ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ પર મતદાન કર્યું હતું.

સ્વિટ્ઝર્લેન્ડમાં ચહેરો ઢાંકવા પરના પ્રતિબંધમાં ઘૂંઘટો, બુરખો અને નકાબનો સમાવેશ થતો હતો. સ્થાનિક સમાચાર પત્ર સ્પુટનિકના અહેવાલ મુજબ લગભગ 51.25 ટકા મતદારોએ ચહેરો ઢાંકવા પરના પ્રતિબંધને સમર્થન આપ્યું હતું. સ્વિસ કેબિનેટે 2022માં બુરખા કાયદાના ઉલ્લંઘન માટે પ્રસ્તાવિત દંડની રકમ 10,000 સ્વિસ ફ્રેંકથી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. સ્વિસ કેબિનેટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફેસ કવરિંગ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય સાર્વજનિક સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, યુરોપમાં ડેનમાર્ક, ઑસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને બુલ્ગેરિયાએ જાહેરમાં ચહેરો ઢાંકવા પર આંશિક અથવા પૂર્ણ પ્રતિબંધ મુક્યો છે.

error: