Satya Tv News

નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં આમ આદમી પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. આગળ એક વિશાળ રેલી બાદ આજે
સેલંબા વેપારી મથકે આમ આદમી પાર્ટીની રેલીનીકળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના સંસ્થાપક અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી એસ. ટી. સેલ ગુજરાતના ડૉ. કિરણ વસાવા ડેડીયાપાડા વિધાનસભાની બેઠકમાટે સૌથી મોખરે નામ આગળ છે.જેમાં વેપારી મથકે સેલંબા ખાતે ડૉર ટુ ડોરડૉ. કિરણ વસાવાની આગેવાનીમા પ્રચાર કાર્યક્રમ કરી જનસંવાદ કાર્યક્રમયોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એક મોટી રેલી નિકળી હતી.જોકે સાગબારા તાલુકો એમ તો ડૉ. કિરણ વસાવા નું હોમગ્રાઉન્ડ ગણાય છે અને અહીંયા તેમની લોકપ્રિયતાપણ સારી છે. માટે આ તાલુકો ડૉ. કિરણ વસાવા નું ગઢ ગણાય છે.જો ટિકિટ મળે તો પ્રથમ વાર સાગબારા તાલુકા માંથી કોઈ પહેલો ઉમેદવાર હોઈ શકે. તેથી એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે.
આ જનસભામાં પંજાબ ના મંત્રી શેરી કલ્સી જી તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપળા

error: