Satya Tv News

કર્ણાટકના હાસનમાં શનિવારે રાત્રે એક દુઃખદ અકસ્માત થયો હતો. અહીં બે વાહનો સામસામે અથડાતા નવ લોકોના મોત થયા છે. પોલીસે માહિતી આપી છે કે, મુસાફરોથી ભરેલું વાહન મંદિરથી પરત ફરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ બાળકો અને કેટલાક વૃદ્ધો પણ સામેલ છે. બીજી તરફ લગભગ 12 લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આરસિકરે તાલુકાના ગાંધીનગર નજીક ટેમ્પો ટ્રાવેલર અને KMF દૂધ વાહન વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થઈ ગયા છે. પોલીસે માહિતી આપી છે કે, આ લોકો ધર્મસ્થળ, સુબ્રમણ્ય, હસનંબા મંદિરોથી પરત ફરી રહ્યા હતા.

error: