Satya Tv News

દેડીયાપાડા વિસ્તારમાં ઉજવણીનો માહોલ
ચૈતર વસાવાને AAP દ્વારા ૧૪૯ વિધાનસભામાં મળી ટિકિટ
પોતાનાં ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતાં ખુશીનો માહોલ
ટિકિટ મળતા શાકભાજીનાં ફેરિવાળાઓએ પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરી

દેડીયાપાડામાં આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા અને એમની આખી ટીમનું આગમન થયું છે ત્યારથી જ આમ આદમી પાર્ટી વધુ મજબૂત થતી જણાઈ આવે છે અને આમ આદમી પાર્ટી આયોજિત દરેક સભાઓમાં ઉમટી પડેલી હજારોની ભીડ સ્થાનિક રાજકીય આગેવાનોમા ગરમાટો લાવી ધીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી ની પાંચમી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં ડેડીયાપાડા, વ્યારા સહીત કુલ બાર બેઠકો ના ઉમેદવારનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે,ગત વિધાનસભાની ચુંટણીમા ૧૪૯ ડેડીયાપાડા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ બહુમત મેળવી મહેશભાઈ વસાવા ધારાસભ્ય બન્યા હતાં,હવે btp સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમા આવેલાં ચૈતર વસાવા પોતાનાં મત વિસ્તારમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો યોજી ને વધુને વધુ કાર્યકર્તાઓને જોડી રહયા છે,કાર્યકર્તાઓ પોત પોતાના ગામડે જઈને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ ની ગેરંટી યોજના ઓના પ્રચાર પસાર કરી રહયાં છે, આમ ડેડીયાપાડા બેઠક કબજે કરવાં લોક સંપર્ક અને કાર્યક્રમ કરી રહયા છે,નવાગામ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ચૈતર વસાવાને ટિકિટ મળે માટે અનેક સમય લોકમાંગ ઉઠી હતી,

૧૪૯ વિધાનસભાના સંગઠન મંત્રી સામસિંગભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના પ્રમુખ.રાજેન્દ્રભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ વસાવા અને અલગ અલગ પંચાયત માંથી સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયતના માજી સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના માજી સદસ્યશ્રીઓ અને અનેક કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીના આ નિર્ણય ને આવકાર્યો હતો અને ડેડીયાપાડા બેઠક કબજે કરવાની ખાત્રી સહીત ચૈતર વસાવાને અભિનંદન પાઠવ્યા હતાં,

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: