Satya Tv News

ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથથી બે કિલોમીટર પહેલા ગરુડચટ્ટીમાં આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર ક્રેશમાં 2 પાયલટ સહિત 7 લોકોના મોત થયા છે.

આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવાના છે.

મંગળવારે કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 7 લોકોના મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું હતું. તે ગરુડચટ્ટી પાસે ક્રેશ થયુ હતુ.

કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતુ. આ પછી અમારી ઉડાનને પણ અટકાવી દેવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમણે જણાવ્યું કે આ હેલિકોપ્ટરમાં માત્ર મુસાફરો જ સવાર હતા.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ દુર્ઘટના બાબતે રાજ્ય સરકાર સંપર્કમાં છીએ. સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે.

એક ન્યૂઝ ચેનલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત છ લોકોના મોત થયા છે. ગુપ્તકાશીથી કેદારનાથ જતા ઉડાન દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. એવી આશંકા છે કે ગુપ્તકાશીથી કેદાર ઘાટી તરફ જતી વખતે આ અકસ્માત થયો હોવો જોઈએ. ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જણાવીએ કે બે દિવસ બાદ પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવાના છે

error: