નરોડા વિસ્તારમાં રહેતો અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા યુવકને રિક્ષામાં ચાકુ મારીને મોબાઇલ લૂંટી લીધો હતો. બાદમાં ચાલું રિક્ષામાં ધક્કો મારીને નીચે પાડી દીધો હતો, યુવક જીવ બચાવીને દોડતો હતો તો પાછળ પડીને તેને ઢોર માર માર્યા બાદ ચાકુના ઘા મારીને તેના પર્સની લૂંટ ચલાવી હતી,આમ યુવક પાસેથી રોકડા ૧૪,૦૦૦ સહિત કુલ રૃા.૨૪,૦૦૦ની લૂંટ ચલાવી આરોપીઓ નાસી ગયા હતા.
ચાલુ રિક્ષામાં ચાકુ મારી મોબાઇલ પડાવ્યો યુવક જીવ બચાવી દોડયો તો ઢોર માર માર્યા બાદચાકુના ઘા મારી ૧૪,૦૦૦નું પર્સ લૂંટી લીધું
આ કેસની વિગત એવી છે કે નરોડા દહેગામ રોડ ઉપર ડી માર્ટ પાસે મુરલીધર હાઇટ્સ ખાતે રહેતા અને નરોડા ગેલેક્સી સિનેમા પાસે ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં વૈષ્ણવ નામથી ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા સર્વેશ ઉર્ફે સત્યાભાઇ બિરેશસિંઘ તોમર (ઉ.વ.૨૮) નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૫ના રાતે રોજ યુવક ઘરે જવા માટે નરોડા હનુંમાનજી મંદિર પાસે શટલ રિક્ષામાં બેસીને જતો હતો, રિક્ષા ચાલકે દહેગામ રોડ ઉપર રિક્ષામાંથી બીજા પેસેન્જરને બેસાડયા હતા આમ રિક્ષામાં કુલ છ શખ્સો હતો અને યુવક વચ્ચે બેઠો હતો અને ફોન પર વાત કરી રહ્યો હતો.
આ સમયે એક શખ્સે યુવક પાસેથી મોબાઇલ લૂંટી લીધા બાદ ચાકુના ઘા મારીને રિક્ષા ચાલકે અવાવરુ સ્થળે રિક્ષા લઇ ગયો હતો અને યુવકને ધક્કો મારીને નીચે ફેંકી દીધા બાદ યુવકને ઢોર માર માર્યો હતો જેથી યુવક જીવ બચાવીને દાડતો હતો આ સમયે પાછળ પડીને યુવક પર ચાકુથી હુમલોે કર્યો હતો અને તેના પાસેથી પર્સમાંથી રોકડા ૧૦,૦૦૦ની લૂંટ ચલવી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.