Skip to main content

Satya Tv News

સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રબોધ સ્વામી તથા અન્ય સંતના ફોટા પર ચોકડી મારેલા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અગાઉ પ્રબોધ સ્વામી જૂથ સાથે સંકળાયેલા સંતે ભગવાજ શિવજી વિરૂદ્ધ વિવાદીત ટીપ્પણી કરતા મામલો ગરમાયો હતો. સોખડા હરિધામના સંતો અગાઉ સંપતિની દાવેદારીને લઇને વિવાદમાં આવ્યા હતા.

અવારનવાર વિવાદોમાં રહેતા સોખડાના પ્રબોધ સ્વામી અને આનંદ સાગરના બેનરો લગાવી વડોદરાના અનેક વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સનાતન સંત સમિતિ દ્વારા વડોદરાના અનેક વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. શિવજી વિરુદ્વ વિવાદીત ટિપ્પણી કરતા સમગ્ર સનાતન ધર્મમાં રોષ ફેલાયો છે. જેને લઈને ગુજરાત સનાતન સંત સમિતિના નામે આ બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે. આ બેનરો શહેરના એરપોર્ટ રોડ, સંગમ વિસ્તાર, વુડા સર્કલના વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મહત્વનું છે કે, શિવજીનું અપમાન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર સનાતન ધર્મના સંતોમાં નારાજગી જોવા મળી હતી. જેને લઈને વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, લખવામાં આવ્યું છે કે, શિવજીનું અપમાન કરનારને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ, શિવજીના અપમાન કરનારને માફી નહિ લખાયેલું જોવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રેમસ્વરૂપ સ્વામી બાદ હવે પ્રબોદ સ્વામીના જૂથના લોકોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેને લઈને સોખડા સંપ્રદાયના સંતો અવારનવાર વિવાદમાં આવતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક વખત સોખડાના પ્રબોધ અને આનંદ સાગર સ્વામીને લઈને વડોદરામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

error: