મિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા બબલુ પૃથ્વીરાજે પોતાના કરતાં અડધા કરતાં પણ ઓછી વયની વિદેશી યુવતી સાથે લગ્ન કરી લેતાં ભારે ચર્ચાઓ થઈ રહી છે.
બબલુની વય હાલ ૫૬ વર્ષની છે જ્યારે તેની બીજી પત્નીની વય ૨૩ વર્ષની છે. આ યુવતી મલેશિયાની હોવાનું કહેવાય છે.
સાઉથના ફિલ્મ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર બબલૂએ બીજાં લગ્ન કરતાં પહેલાં હજુ પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા નથી.
તે બંનેનું લગ્નજીવન ખરાબે ચઢ્યું હોવાની ચર્ચાઓ પણ લાંબા સમયથી ચાલતી હતી.
સંખ્યાબંધ ફિલ્મો ઉપરાંત ટીવી શોને લીધે પણ બબલૂ પૃથ્વીરાજ સાઉથના ફિલ્મ ચાહકો માટે જાણીતું નામ છે. જોકે, આ લગ્નના અહેવાલો અંગે તેના તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરાઈ નથી.