Satya Tv News

મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના સોહાગી પહાડમાં મોડી રાત્રે માર્ગ દુર્ઘટના ઘટી. 3 વાહનોની ભીષણ અથડામણથી લગભગ 15 મજૂરોના મોત નીપજ્યા છે જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ ઘટના એમપી-યુપીની સરહદને જોડનારા નેશનલ હાઈવે 30 પર થઈ છે. આ તમામ મજૂર દિવાળી મનાવવા ઘરે જઈ રહ્યા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ સોહાગી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને બસમાં ફસાયેલા મુસાફરને બહાર નીકાળ્યા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ત્યોંથર સિવિલ હોસ્પિટલની સાથે જ રીવાના સંજય ગાંધી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટના શુક્રવારની રાતની છે. બસ જબલપુરથી રીવાના માર્ગે પ્રયાગરાજ જઈ રહી હતી. દિવાળીની ખુશીઓ મનાવવા સિકંદરાબાદથી બસમાં સવાર થઈને મુસાફર પોતાના ઘરે લખનૌ જઈ રહ્યા હતા. દરમિયાન પહેલા બસ કટની પહોંચી. બસમાં લખનૌ માટે કટનીથી વધુ મુસાફર ભરવામાં આવ્યા. જે બાદ બસ મુસાફરને લઈને ઉત્તર પ્રદેશના લખનૌ માટે રવાના થઈ. બસ રીવાના સોહાગી પહાડમાં પહોંચી અનિયંત્રિત થઈને ટ્રસ સાથે અથડાઈ ગઈ. ટક્કર લાગતા જ બસ પલટી ગઈ. દરમિયાન બસના બોનટ અને આગળની સીટ પર બેસેલા તમામ મુસાફરના મોત નીપજ્યા. અકસ્માતની જાણ થતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યુ છે.

error: