Satya Tv News

રશિયાએ યુક્રેન પર ૩૬ રોકેટ છોડયા છે. આમ રશિયાનો યુક્રેન પર અવિરત બોમ્બમારો જારી છે. આના લીધે વીજ એકમને નુકસાન પહોંચતા ૧૪ લાખથી પણ વધુ લોકો અંધારપટનો ભોગ બન્યા છે. પશ્ચિમી ખ્મેલિન્સ્કી વિસ્તારમાં ૬,૭૨,૦૦૦ ઘરો અંધારપટમાં છે. સેન્ટ્રલ ચેર્વાસ્કીમાં ૨,૪૨,૦૦૦ ઘરોમાં અંધારપટ છવાયો છે. ખ્મેલન્સ્કિીમાં યુદ્ધ શરુ થયુ ત્યારથી જ ૨,૭૫,૦૦૦ ઘરોમાં અંધારપટ છવાયો હતો. તેના પગલે સિટી કાઉન્સિલે લોકોને ઊર્જા અને પાણીનો સંગ્રહ કરવા કહ્યું છે.

યુક્રેનનો આરોપ છે કે મોસ્કો હવે યુક્રેનની એનર્જી ગ્રિડ પર હુમલો કરીને તેને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે, જેથી તેની પાસે શરણે આવવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહે. નાગરિક ઇન્ફ્રાસ્ટ્રકચર ખતમ થાય તો યુક્રેનની સ્થિતિ ચોક્કસપણે ખરાબ થાય.

error: