Satya Tv News

મુંબઈ દીવાળી નિમિત્તે લોકોએ વતનમાં જવા દોડ મૂકતા આજે પુણે રેલવે સ્ટેશન પર ભારે ગરદી થઈ હતી. આ ગરદી દરમ્યાન પુણે રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં ધક્કા મુક્કી થતાં એક વ્યક્તિ નીચે પડી ગઈ હતી. જોકે લોકોએ આ નીચે પડેલ વ્યક્તિની કોઈ દરકાર કરી નહોતી અને તેના પરથી ચાલીને ટ્રેનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ પ્રવાસીનું કચડાઈ જવાથી મોત થયું હતું.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર દિવાળી નિમિત્તે યુ.પી. તેમજ બિહારના લોકોએ તેમના વતનમાં જવા ટ્રેન પકડવા ભારે ધસારો કર્યો હતો. આ દરમ્યાન સાંજે પુણે- દાનાપુર એક્સપ્રેસ ટ્રેન આવી ત્યારે ત્યાં હાજર પ્રવાસીઓએ ટ્રેનના ડબ્બામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન એક વ્યક્તિ નીચે પડી ગઈ હતી. જોકે આ વ્યક્તિની કોઈ દરકાર કર્યા વગર લોકો તેના શરીર પરથી કૂદકા મારીને ટ્રેનમાં પ્રવેશ્યા હતા. આ ધક્કા મુક્કીમાં કચડાઈ જવાથી પ્રવાસીનું મોત થયું હતું. આ ઘટનાને લીધે પુણે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ ચેન પુલીંગ કરી ટ્રેન રોકી હતી. આ ઘટનાને લીધે રેલવેના અધિકારીઓ અને પોલીસની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

દીવાળી નિમિત્તે વતનમાં જવા માગતા યુ.પી.- બિહારના લોકો મોટી સંચામાં ટ્રેન પકડવા મુંબઈના એલટીટી તેમજ કલ્યાણ સ્ટેશન પર પણ ગરદી કરી મૂકતા પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ જતી હોય છે. તેથી આરપીએફ અને જીઆરપીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

error: