Satya Tv News

ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત મંગલજ્યોત સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૨૪ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભરૂચ શહેરમાં સતત દિવાળી તહેવારમાં ચોરીનો બીજો બનાવ સામે આવ્યો છે શ્રવણ ચોકડી સ્થિત મંગલજ્યોત સોસાયટીના મકાન નંબર.સી-૨૧માં રહેતા ઘનશ્યામસિંગ ભારતસિંગ સારંગદેવોત ગત તારીખ-૨૨મી ઓક્ટોબરના રોજ પરિવાર સાથે પોતાનું મકાન બંધ કરી વતન રાજસ્થાન ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.​​​​​​​તસ્કરોએ ઘરના પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને પહેલા માળે રહેલ અલમારીમાં મુકેલ સામાન વેર વિખેર કરી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૨૪ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા પરિવાર ૨૬મી ઓકટોબરના રોજ વતન ખાતેથી ભરૂચ આવતા તેઓએ ઘરમાં રહેલ સામાન વેર વિખેર જોતા તેઓને મકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પાડ્યું હતું ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: