વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વહેલી સવારે કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી એકતા દિવસ તરીકે કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન સરદાર પટેલની જન્મજયંતિને ‘એકતા દિવસ’ તરીકે ઉજવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણી એકતાને તોડવાની કોશિશ કરનારા દેશની અંદર પણ થઈ શકે છેઃ પીએમ નરેન્દ્ર મોદી. આપણા દુશ્મનો ભારતની “એકતા” થી દુખી છે, તેઓએ ભૂતકાળમાં જ્યારે પણ આપણા પર શાસન કર્યું ત્યારે તેને તોડવાનો પ્રયાસ કર્યો. આપણા દુશ્મનો હજુ પણ જાતિ, ભાષા અને જાતિના આધારે દેશને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ આપણા વિકાસથી નાખુશ છે.
Rashtriya Ekta Diwas is a tribute to the invaluable role of Sardar Patel in unifying our nation. https://t.co/mk4k21xpme
— Narendra Modi (@narendramodi) October 31, 2022