મોરબી દુર્ઘટના (Morbi bridge collapsed) અંગે મોટો ખુલાસો થયો છે, મળતી માહિતી મુજબ તંત્રની મંજૂરી મળે તે પહેલા ટિકિટનું વેચાણ શરૂ કરાયું હતું. આજે 400 ટિકિટ વેચાઈ ગઈ હતી. લોકોની ભીડ વધતા બ્રિજ તૂટી પડ્યો.
ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં 77 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલા ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો. મોરબી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવી છે. NDRFની 3 પ્લાટૂન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની 2 કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. જ્યારે રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.
મોરબી દુર્ઘટના અંગે મોટો ખુલાસો થયો છે, મળતી માહિતી મુજબ તંત્રની મંજૂરી મળે તે પહેલા ટિકિટનું વેચાણ શરૂ કરાયું હતું. આજે 400 ટિકિટ વેચાઈ ગઈ હતી. લોકોની ભીડ વધતા બ્રિજ તૂટી પડ્યો. અશોક યાદવે દાવો કર્યો છે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય અશોક યાદવે કહ્યું છે કે સ્પેશિયલ ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરશે અને આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઈને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાતે માહિતી મેળવી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2022