Satya Tv News

મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 130થી વધુ લોકોના મોત થઇ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ઘટનાના 46 કલાક વીતવા છતાં હજુપણ સર્ચ-ઓપરેશન ચાલી રહ્યુ છે. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સતત 42 કલાકથી સર્ચ-ઓપરેશન કરી રહી છે.

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. તેઓ મોદી મોરબી પહોંચ્યા હતા. જેને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને મળ્યા હતા. જ્યાં તેમના હાલ-ચાલ પૂછીને ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી . મોરબીની પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સેનાના જવાનો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

આ સાથે જ રેસ્કયુ ટીમની પણ મુલાકાત કરી હતી. તમામ ટીમ સાથે વાત-ચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ સાથે જ ઘાયલોના ખબર અંતર પૂછ્યા હતા.

YouTube player
error: