Satya Tv News

કોંગ્રેસના જંબુસરના ધારાસભ્ય ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે,અમોદ માં નીકળેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં આ હુમલો થયો હતો અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલ રણા ના ઇશારે હુમલો થયાનું સોલંકીએ જણાવ્યુ હતું.

કોગ્રેસના ટિકિટ વાંછુ દ્વારા હુમલો થયો હોવાનું તેઓએ જણાવ્યું છે
સંજય સોલંકીએ આ વાતની પૃષ્ટિ કરતા જણાવ્યું કે પોતાની ઉપર હુમલો થયો છે અને ટિકિટ વાંછુઓ દ્વારા હુમલો થયો હતો.

કોંગ્રેસના કેટલાક મુસ્લિમ અગ્રણીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ભારે નારાજગી અને અણગમો જોવા મળી રહ્યો છે. જેને લઈ અગાઉ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી ચૂક્યા છે અને કોંગ્રેસમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં જે રીતે કોંગ્રેસના જ પરિમલ ના ઈશારે કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ પોતાની ઉપર હુમલો થવાનો આક્ષેપ કરતા અહી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે.

YouTube player
error: