Skip to main content

Satya Tv News

અંકલેશ્વરથી ફાગવેલ જવા ભાથીજી યુવક મંડળનો સંઘ રવાના થયો હતો. છેલ્લાં 20 વર્ષથી અંકલેશ્વર ભાટવાડ ખાતે ફાગવેલ સંઘ લઇ યુવાનો જાય છે. આગામી પૂનમે સંઘ ફાગવેલ પહોંચી દર્શન કરશે.

અંકલેશ્વર ભાટવાડ વિસ્તાર ખાતેથી સ્થાનિક ભાથીજી યુવક મંડળના યુવાનો છેલ્લાં 20 વર્ષથી ભાથીજી દાદાના પ્રાગટ્ય દિનને અનુલક્ષીને ફાગવેલ ખાતે દર્શનાર્થે પગપાળા જાય છે. જેને અનુલક્ષીને પૂર્વ પાલિકા સભ્ય મહેશ વસાવાની આગેવાની હેઠળ યુવક મંડળના સભ્યો પગપાળાં અંકલેશ્વરથી આજરોજ નીકળ્યાં હતાં. જેમાં પરિજનો દ્વારા ભાવપૂર્વક વિદાય અપાઈ હતી. તેમની સાથે સ્થાનિક યુવાનો તેમજ પરિજનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. તેઓ આગામી પૂનમે ફાગવેલ પહોંચીને ભાથીજી દાદાના દર્શન કરીને પરત અંકલેશ્વર આવશે.

error: