ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ MP – MLA ના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવાના પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે.
આગામી વિધાનસભા ચૂંટણી માં સગાવાદને દૂર રાખવા ભારતીય જાણતા પાર્ટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ MP – MLA ના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવાના પુત્રી પ્રીતિબેન વસાવાની ટિકિટ કપાઈ છે. મામલે સંસદે ટ્વીટ કરી ભાજપની ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયની કાર્યકરોને જાણ કરી પક્ષનો નિર્ણય શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરવા તૈયારી બતાવી છે.
ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગર મુકામે ચાલુ છે. મેં તથા મારી દીકરી પ્રીતિબેન વસાવા એ પણ ઉમેદવારી માટે માંગણી કરી હતી પરંતુ ચાલુ MP – MLA ના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે એવો પાર્ટીનો નિર્ણય છે.