Satya Tv News

– સેન્ટ્રલ રેલવેની અનેક ટ્રેનો મોડી પડી

– પાર્સલ કોચની આગ ભારે જહેમત બાદ ભુઝાવાઈ : સદ્ભાગ્યે કોઈ જાનહાની નહીં

મુંબઇ : નાશિક રોડ સ્ટેશન પર શનિવારે સવારે મુંબઈ તરફ આવનારી શાલીમાર એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ પાર્સલ કોચમાં લાગવાથી કોઈ પણ પ્રવાસીને ઈજા કે જાનહાનિ થઈ નથી. સેન્ટ્રલ રેલવેના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને લીધે સંબંધિત રૂટ પર ટ્રેન સેવાને અસર થઈ હતી.

એલટીટી અને કોલકાતા વચ્ચે દોડતી શાલીમાર એક્સપ્રેસ શનિવારે સવારે નાશિક સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૩ પર વાગ્યાની આસપાસ પહોંચી ત્યારે તેના પાર્સલ કોચને ટ્રેનથી અલગ કરી દેવાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક ફાયરબ્રિગેડને તત્કાળ સૂચના ્અપાઈ હતી, પરંતુ ફાયરબ્રિગેડના જવાનો પહોંચે ત્યાં સુધી રેલવે અધિકારીઓએ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. સવારે સાડા નવ વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવી લીધા બાદ થોડી મિનિટોમાં સંપૂર્ણ આગ બુઝાવવામાં આવી હતી. આગ ઓલવવા નાસિક પાલિકાના ત્રણ ફાયર એન્જિનો કામે લાગ્યા હતા. તકેદારી રાખવા ઓવરહેડ તારમાં વીજ પ્રવાહ ખંડિત કરવાથી આ રૂટની અન્ય ટ્રેનોની અવરજવરમાં ખલેલ પડયો હતો.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાર્સલ કોચમાં માત્ર સામાન હતો. કોઈ પણ પ્રવાસી નહોતો. આમ લાગવાનું ચોક્કસ કારણ શોધવામાં રેલવે લાગી હતી. ટ્રેન સવારે ૧૧.૫૭ વાગ્યે મુંબઈ માટે રવાના કરાઈ. શનિવારે શાલીમાર એક્સપ્રેસ પહેલાંથી જ આઠ કલાક મોડી દોડી રહી હતી તેમાં આગ લાગવાની ઘટનાથી ટ્રેનને મુંબઈ પહોંચવામાં વધુ વિલંબ થયો.

error: