ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોની આવતીકાલે મતગણતરી.
કયા ઉમેદવારને મળશે પ્રજાનો પ્રેમ
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભરૂચ વિધાનસભાની પાંચ બેઠકોનું કાઉન્ટિંગ નો કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે આવતીકાલે આઠ ડિસેમ્બર શહેરની કે જે પોલિટેકનિક કોલેજ ખાતે તમામ પાંચ બેઠકોની મતગણતરી કરવામાં આવશે મત ગણતરીના સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો છે
આ મત ગણતરી સમય ચૂંટણી પંચના નેજા હેઠળ પુલ 14 ટેબલ પર કામગીરી થનાર છે એક ટેબલ પર એક સુપરવાઇઝર એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર એક માઈક્રો ઓબ્ઝર્વેર અને એક ચૂંટણી અધિકારી હશે એટલે કે કુલ 56 અધિકારીઓ મત ગણતરીમાં હાજર રહેવાના છે પોલીસ બંદોબસ્ત વાત કરીએ તો એક એસ.પી, 5 ડિવાઇસપી.16 પીઆઇઆઇ,37 પીએસઆઇ, 572 પોલીસ સ્ટાફ,સીએપીએફ 4 પ્લાટુન,288 હોમગાર્ડ જવાનો તેનાત કરવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે આવતીકાલે યોજાનાર મત ગણતરીના દિવસે સવારે 6 વાગે થી કોલેજ રોડ બંધ રાખવામાં આવ્યો છે જેના કારણે એબીસી ચોકડી થી શીતલ સર્કલ સુધી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. કોલેજ રોડ પર પ્રતિબંધ રહેતા એબીસી ચોકડી તરફથી આવતા વાહનો કે જે પોલિટેકનિક કોલેજ પાસે ના નારાયણ કોમ્પલેક્ષની બાજુમાંથી પસાર થતા રોડ પરથી ધર્મનગર ટાઉનશિપ થઈ જ્યોતિનગર થી કશક સર્કલ થઈ શીતલ સર્કલ પાસે આવેલા નર્મદા મૈયા બ્રીજના કટથી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અંકલેશ્વર તરફ જઈ શકશે તેવી જ રીતે અંકલેશ્વર તરફથી આવતા વાહનો નર્મદા મૈયા બ્રિજ ઉપરથી શીતલ સર્કલ તરફ ઉતરતા કઠથી બ્રિજના ઉપરના ભાગેથી કોલેજ તરફ આવતા વાહનો પર પ્રતિબંધ રહેતા આ વાહનો ગોલ્ડન બ્રિજ થી તેમ જ નર્મદા મૈયા બ્રીજના દક્ષિણ છેડા તરફથી શીતલ સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર ઉતરી શીતલ સર્કલથી કશક સર્કલ થઈ જાડેસર રોડ ઉપરથી જ્યોતિનગર થઈ ધર્મનગર ટાઉનશીપ થઈ એબીસી સર્કલ જઈ શકશે..
વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ