બાંગ્લાદેશ સરકારના વિરોધમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા
રાજકીય તણાવ, મોંઘવારી વચ્ચે દેખાવકારોએ ચૂંટણી કરાવવાની માંગ કરી
બાંગ્લાદેશ સરકારના વિરોધમાં અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા અંગે હજારો લોકો ઢાકામાં રસ્તાઓ પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં વધતા જતા રાજકીય તણાવ, વખતી જતી મોંઘવારી અને દેશની ખસતી જતી અર્થવ્યવસ્થા વચ્ચે દેખાવકારોએ ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, કોવિડ મહામારીમાં પણ બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા વિકાસના માર્ગે આગળ વધી રહી હતી અને તેણે વિકાસ જાળવી રાખ્યો હતો.
દરમિયાન ગત નવેમ્બર મહિનામાં બાંગ્લાદેશે અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) પાસે મદદ માંગી હતી, જેને IMFએ મંજુરી પણ આપી હતી. IMF બાંગ્લાદેશને 4.5 અબજ ડોલર (આશરે 37000 કરોડ રૂપિયા)ની આર્થિક સહાય આપશે.