શિક્ષણ સમિતિમાં દિવા તળે અંધારુ
શૈક્ષણીક સત્ર પુરુ થવા આવ્યુ છત્તા બાળકોને યુનિફોર્મ ન મળવાની ફરિયાદ
ન.પ્રા. શિક્ષણ સમિતિની શાળામાં તાકિદે યુનિફોર્મ પુરા પાડવા માંગ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં તાકિદે યુનિફોર્મ પૂરા પાડી ઇજારેદારને બ્લેક લિસ્ટ કરવા માંગ કરવામાં આવી હતી
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને યુનિફોર્મ ન મળવાની વાલીઓ તરફથી સુરેશ સુહાગીયાને ફરીયાદો મળતા આજ રોજ કેટલીક શાળાઓની મુલાકાત લેવામાં આવી તેમા ખાસ કરીને અંબા નગર ખાતે આવેલી શાળા ક્રમાંક નં. ૧૨ કે આ શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના ૪૧૨ બાળકો અભ્યાસ કરે છે તેમા હજુ ૨૫% બાળકોને એટલે કે ૧૦૦ જેટલા બાળકોને યુનિફોર્મ મળેલા નથી અને ખાસ જોવા જેવી બાબત એ છે કે આ શાળા શિક્ષણ સમિતિના અધ્યક્ષના ઘરથી ફક્ત ૧૫૦ મિટરના અંતરે અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ સી.આર.પાટીલની ઓફિસથી ફક્ત ૨૦૦ મિટરના અંતરે આવેલી છે એટલે કહી શકાય કે શિક્ષણ સમિતિમાં દિવા તળે અંધારુ છે કે પછી આમાં કોઇ નું હિત સમાયેલુ છે?
કેમકે શૈક્ષણીક સત્ર પુરુ થવા આવ્યુ તેમ છત્તા બાળકોને યુનિફોર્મ ન મળ્યા હોવાની વારંવારની ફરીયાદો છતા હજુ સુધી ઇજારેદાર સામે સમિતિ ધ્વારા કોઇ કાર્યવાહિ કરવામાં નથી. આ સંદર્ભે તાકિદે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની દરેક શાળાઓમાં આજ દિન સુધી યુનિફોર્મ મેળવવામાં બાકિ રહેલા વિધાર્થીઓની વિગતો મંગાવી તાકિદે તમામ બાળકોને યુનિફોર્મ આપવામાં આવે અને જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહિ કરવામાં આવે તેમજ યુનિફોર્મ આપનાર ઇજારેદાર ને તાત્કાલિક અસરથી બ્લેક લિસ્ટ કરવા જરુરી કાર્યવાહિ કરશો. તેમજ ખાસ કરીને શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધ્વારા જો પોતાના ઘરનીએ બાજુમાં આવેલી શાળા નો સંભાળી શકાતી હોય તો તે સમગ્ર સુરત શહેરમાં આવેલી ૩૫૦ જેટલી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય ન બગડે તે ધ્યાને રાખી સ્વેચ્છીક રાજીનામુ આપી દેવુ જોઇએ તેવી માંગ સુરેશભાઇ સુહાગીયા અને શફિભાઈ જરીવાલા પૂર્વ સભ્ય-નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,સુરતએ માંગ કરી છે
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત