જૂનાગઢના ભેંસાણમાં ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે ગુનો પણ દાખલ કરાયો છે.
ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ભેંસાણમાં ધરપકડ
યુવકને માર મારવા સાથીદારો સાથે પહોંચી હતી ભેંસાણ
તમામની ધરપકડ કરવા સાથે પોલીસે 2 કાર પણ જપ્ત કરી
સુરતની ટીકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી છે. જૂનાગઢના ભેંસાણમાં કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. તમામની ધરપકડ કરવાની સાથે પોલીસે 2 કાર પણ જપ્ત કરી છે.
સુરતથી સાથીદારો લઈ ભેંસાણ આવી હતી કીર્તિ
પ્રાપ્ત વિગતો અનુસાર, કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. યુવકને માર મારવા કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી. ભેંસાણ પોલીસે તમામની કરી ધરપકડ છે. સાથે જ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ગુનો પણ દાકલ કરવામાં આવ્યો છે.
કીર્તિ પટેલ સામે ગુનો દાખલ
સુરતથી સાથીદારોને લઈ ભેસાણ આવેલી કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરાયો છે. મોટી માથાકૂટ થાય તે પૂર્વે ભેસાણ પોલીસે તમામને ઝડપી લીધા હતા. પોલીસે બે કાર પણ કબજે કરી છે.
મે મહિનામાં વસ્ત્રાપુર પોલીસે કરી હતી ધરપકડ
વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ગત મે મહિનામાં ધરપકડ કરી હતી. થોડા સમય અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હતો અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ કરી રહી હતી.
છેડતી સહિતની કલમો હેઠળ નોંધાયો હતો ગુનો
ઝડપાયેલી કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી, જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કીર્તિ પટેલની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી હતી. જોકે આરોપી કીર્તિ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપ નકારી આ તમામ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.