અમદાવાદ બાદ રાજકોટ અને ભાવનગરમાં પણ રખડતાં ઢોરને લઈ લાલઆંખ, ભાવનગરમાં પશુ છુટ્ટા મુકવા પર પ્રતિબંધ, રખડતાં પશુ મામલે રાજકોટ મેયર એક્શનમાં
- રખડતાં પશુ મામલે રાજકોટ મેયર એક્શનમાં
- ભાવનગરમાં પશુ છુટ્ટા મુકવા પર પ્રતિબંધ
- તંત્ર દ્વારા અપાયું અલ્ટિમેટમ, નહીંતર થશે કાર્યવાહી
રાજ્યમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે. આજે એક જ દિવસમાં 4 જગ્યાએથી રખડતા પશુનો આતંક સામે આવ્યો છે જ્યારે અમદાવાદ મનપાએ પશુમાલિકોને નોટિસ ફટકારી અને હરકતમાં આવ્યું હતું જે બાદ રાજકોટ મેયર પણ એક્શનમાં આવ્યાં છે તેમજ ભાવનગરમાં ઢોરની અડફેટે એક વ્યક્તિના મોત બાદ મનપાએ પણ કડક નિર્ણય લીધો છે જાહેરમાં પશુ રાખવા અને છુટ્ટા મુકવાનો પ્રતિબંધ ફરમાવ્યો છે
રખડતાં પશુ મામલે રાજકોટ મેયરનું નિવેદન
રાજકોટ શહેરમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે. રખડતાં પશુ મામલે મેયર પ્રદીપ ડવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ઢોર પાર્ટીના સંડોવાયેલા કર્મી સામે કાર્યવહી થશે અને વ્હોટ્સએપ ગ્રુપથી જાણ કરતા હોય તેની સામે પણ કાર્યવાહી કરાશે. મેયરે કહ્યું કે, માલધારીઓને પહેલા માહિતી આપનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.